ચંબા: એક બાજુ દેશમાં કોરોના વાઈરસને લઇને લોકોમાં ચિંતા છે. ત્યાં બીજી તરફ રાજ્યમાં વારંવાર ભૂંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. મંગળવારે ચંબામાં ભૂકંપને કારણે લોકો ગભરાઈ ગયા હતા. હાલ કોઇ જાનહાનિના સમાચાર નથી.
ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તિવ્રતા 4 નોંધાઈ - કોરોના વાયરસ
ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તિવ્રતા 4 નોંધાઈ છે. ભૂકંપથી ચંબાના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી.
ચંબામાં ભૂકંપના આંચકા અનુભવાયા
આપને જણાવી દઇએ કે, મંગળવારે બપોરે 12:17 મિનિટે ભૂંકપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ તેની તિવ્રતા 4 નોંધાઈ હતી. ભૂંકપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે થોડીવાર બાદ સ્થિતિ સામાન્ય થઇ ગઇ હતી.