ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મહારાષ્ટ્રઃ પાલઘરમાં ભૂકંપનો આંચકો, 3.6 તીવ્રતા નોંધાઇ - પાલઘરમાં ભૂકંપ

મહારાષ્ટ્રની રાજધાની મુંબઇ સાથે સંકળાયેલા પાલઘરમાં આજે મોડી રાત્રે 12.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા 3.6 હતી, તો શુક્રવારે પણ પાલઘર જિલ્લાના દહાનૂ અને તલાસરી વિસ્તારમાં ભૂકંપના તેજ આંચકા અનુભવાયા હતા.

Earthquake
Earthquake

By

Published : Sep 5, 2020, 10:49 AM IST

મુંબઇઃ મહારાષ્ટ્રના ઉત્તરમાં મુંબઇમાં 98 કિમીની દૂરી પર શનિવારે મોડી રાત્રે 12.05 કલાકે ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 3.6 હતી. આ ઉપરાંત શુક્રવારે એટલે કે, ચાર સપ્ટેમ્બરે સવારે 10.30 કલાકે 2.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જ્યારે 11.43 પર પણ 4.0 તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો.

ભૂકંપનું કેન્દ્ર બિન્દુ પાલઘર જિલ્લાના દહાનૂ અને તલાસરી ક્ષેત્ર જણાવવામાં આવી રહ્યું છે.

આ ઘટનામાં કોઇ જાનહાનિ અથવા કોઇ સંપતિને નુકસાનની સૂચના મળી નથી.

આ પહેલા ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ 4.0 ની તીવ્રતાનો ભુકંપ આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details