ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે અથડામણ, ચાર લોકોની ધરપકડ - બુલેટ પ્રૂફ જેકેટ

રાજધાન દિલ્હીમાં બેગમપુર વિસ્તારમાં સ્પેશિયલ સેલ અને લરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 4 આરોપીઓને ગોળી લાગતા તેમને પકડવામાં સફળતા મળી હતી. હાલ તમામ આરોપીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

crime news
crime news

By

Published : Oct 8, 2020, 10:17 AM IST

નવી દિલ્હીઃ રાજધાનીના બેગમપુર વિસ્તારમાં ગુરૂવારના રોજ સવારે સપેશિયલ સેલ અને લરેન્સ બિશ્નોઇ ગેંગ વચ્ચે અથડામણ થઇ હતી. આ અથડામણમાં 4 આરોપીઓને ગોળી લાગી હતી. બન્ને વચ્ચે અંદાજીત 50 ગોળીઓનો સામે સામે ધમધમાટ થયો હતો. આ દરમિયાન 4 આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. હાલ આરોપી હોસ્પિટલમાં દાખલ છે. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો, બુલેટ પ્રૂફ હેલ્મેટ્સ, બુલેટ પ્રૂફ જેકેટ્સ વગેરે મળી આવ્યા છે.

DCP સંજીવ યાદવના જણાવ્યા અનુસાર, સ્પેશિયલ સેલની ટીમ ફરાર આરોપી પર કામ કરી રહી હતી. આ દરમિયાન એસીપી સંજય દત્તની દેખરેખ હેઠળ ઇન્સ્પેક્ટર માનસિંહની ટીમને બાતમી મળી હતી કે લોરેન્સ બિશ્નોઇ ગેંગના ગેંગસ્ટરો, સોનુ, રોહિત, અમિત ઉર્ફે કાલા અને રવિંદર ઉર્ફે સરકાર બેગમપુર વિસ્તારમાં આવ્યા છે. તેમની વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, ગોળીબાર, ગેરવસૂલી, લૂંટના ગુનાહમાં સંડોવાયેલા છે. તે રોહિણી થઈને હરિયાણામાં તેના ગેંગ વિરોધના વ્યક્તિની હત્યા કરવાના ઇરાદે આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર આરોપી મોટા પ્રમાણમાં હથિયાર લઈને જઇ રહ્યા હતા. આરોપી પાસેથી ચાર ઓટોમેટિક પિસ્તોલ, 50 જીવંત કારતુસ, બે દેશી કટસ, 10 જીવંત કારતુસ, ત્રણ બુલેટ પ્રૂફ જેકેટ, બુલેટ પ્રૂફ હેલ્મેટ અને એક કાર વગેરે મળી આવ્યા છે. પોલીસ હાલ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details