મધ્યપ્રદેશના શાજાપુરમા સ્કુલ બસ કૂવામા ખાબકતા 4 બાળકોના કમકમાટી ભર્યા મોત - accident news of madhyapradesh
મધ્યપ્રદેશ: રાજ્યમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શાજાપુરના ગ્રામ રિછોદામાં ડ્રાઈવરની બેદરકારીથી સ્કુલ બસ કુવામાં ખાબકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં ચાર બાળકોના કરુણ મોત નિપજ્યા હતાં.

મધ્યપ્રદેશના શાજાપુરમા સ્કુલ બસ કૂવામા ખાબકતા 4 બાળકોના કમકમાટી ભર્યા મોત
શાજાપુરનાં ગ્રામ રિછોદમાં એક સ્કુલ બસ કુવામાં ખાબકી હતી. બસમાં 25 બાળકો હતા, જેમાંથી 4 બાળકોના કમકમાટીભર્યા મોત થયા હતા. અન્ય બાળકો ગંભીર રીતે ધાયલ થયા હતા. ઈજાગ્રસ્તોને નજીકની ભીમરાવ આંબેડકર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ડ્રાઈવરની બેદરકારીથી આ દુર્ધટના બનવાનું પ્રાથમિક તારણ સામે આવ્યુ છે.કલેક્ટર અને SP તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
મધ્યપ્રદેશના શાજાપુરમા સ્કુલ બસ કૂવામા ખાબકતા 4 બાળકોના કમકમાટી ભર્યા મોત