સબરીમાલાની 2 મહિના લાંબી સીઝન રવિવારથી શરુ થઈ રહી છે. ત્યારે મંદિરની ઓનલાઈન સુવિધા માટે 36 મહિલાઓએ રજીસ્ટ્રેશન કર્યું છે. આ રજીસ્ટ્રેશન સુપ્રીમકોર્ટ ગુરુવારે આપેલા ચુકાદા પહેલા કરવામાં આવ્યું છે. સુપ્રીમકોર્ટે સબરીમાલા મંદિર અને બીજી ધાર્મિક જગ્યાઓ પર મહિલાઓના પ્રવેશનો મુદો ગુરુવારના રોજ 7 ન્યાયાધીશોની મોટી પીઠેને સોપવામાં આવ્યો છે.
સબરીમાલા યાત્રા માટે 36 મહિલાએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યુ - latestnationalnews
તિરુવનંતપુરમ : સબરીમાલા મંદિર અંગે આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આ સમગ્ર મામલો કોર્ટે 7 ન્યાયાધીશની પીઠેને આપ્યો છે. કોર્ટેના ચુકાદા પહેલા સબરીમાલા તીર્થયાત્રા માટે 36 મહિલાએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું છે.
etv bharat
કોર્ટે તેમના આદેશમાં કહ્યું કે, 28 સપ્ટેમ્બર 2018ના ચુકાદા પર કોઈ સ્ટે નથી. જેમાં 10 અને 50 વર્ષની મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધને દુર કર્યો છે. આનો અર્થ એ છે કે, મોટી બેંચનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ ઉંમરની મહિલાઓ મંદિરની મુલાકાત લઈ શકે છે.
ગત સીઝનમાં પ્રતિબંધિત વય જૂથની 740 મહિલાઓએ નોંધણી કરાવી હતી.