નવી દિલ્હી: ઉત્તર-પશ્ચિમ જિલ્લામાં ફરજ પર 1 કલાક મોડા આવવા પર 36 જેટલા પોલીસકર્મીઓ પર આફત આવી છે. રિઝર્વ ડ્યુટી પર તૈનાત પોલીસકર્મીઓ એક કલાક મોડા ફરજ પર પહોંચ્યા, જે સંદર્ભે ડીસીપી વિજયંતા આર્ય એટલા ગુસ્સે થયા કે તેણે તમામ 36 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો.
ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં સમયસર ફરજ પર ન પહોંચવા બદલ 36 પોલીસકર્મીઓ સસ્પેન્ડ - દિલ્હીમાં પોલીસકર્મીઓ સસ્પેન્ડ
સમયસર ફરજ પર ન આવવા બદલ દિલ્હી પોલીસના 36 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉત્તર પશ્ચિમ જિલ્લાના ડીસીપીએ તેમને સસ્પેન્ડ કર્યા છે.
![ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં સમયસર ફરજ પર ન પહોંચવા બદલ 36 પોલીસકર્મીઓ સસ્પેન્ડ દિલ્હી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8257488-427-8257488-1596277717281.jpg)
આ પહેલા પણ ડીસીપી વિજયંતા આર્ય, પોલીસની બેદરકારી પર તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે, પરંતુ આવી કાર્યવાહી અગાઉ ક્યારેય નહીં બની હોય જ્યાં જિલ્લામાં 36 પોલીસકર્મીઓને એક સાથે સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોય.
જિલ્લામાં રિઝર્વ પોલીસ ફોર્સ બોલાવવામાં આવી હતી. જેમાં કડક આદેશો આપવામાં આવ્યા હતા કે કોઈ પણ વ્યક્તિ મોડું નહીં આવે પરંતુ આમ હોવા છતાં રિઝર્વ પોલીસ ફોર્સના 36 પોલીસકર્મીઓ એક કલાક મોડા આવ્યા હતા.અને જેના આધારે જિલ્લાના ડીસીપી વિજયંતા આર્યાએ 36 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. સમયસર ન આવવાની આટલી મોટી કાર્યવાહી ઉત્ત-પશ્ચિમ જિલ્લા પ્રથમ વખત કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ્ય છે કે પોલીસકર્મીઓ પણ તેમની ફરજ પૂરી નિષ્ઠા અને નિયમો સાથે કરે.