નવી દિલ્હી: નિઝામુદ્દીનના આલમી મરકજને ખાલી કરાવી દેવામાં આવ્યું છે. 36 કલાકના સઘન અભિયાન બાદ કુલ 2 હજાર 361 લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
નિઝામુદ્દીન મરકજને ખાલી કરાવાયું, 2361 લોકોને બહાર કઢાયા: સિસોદિયા - નિઝામુદ્દીન મરકઝ ન્યુઝ
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું છે કે, હઝરત નિઝામુદ્દીન મરકજને ખાલી કરાવવામાં આવ્યું છે. કુલ 2,361 લોકોને સ્થળાંતર કરાયા છે. જાણો, મનીષ સિસોદિયાએ શું કહ્યું ...
manish
દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ કહ્યું કેે, આમાંથી 617 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોની ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. તબીબી સ્ટાફ, પોલીસ-વહીવટ અને ડીટીસી સ્ટાફે ખૂબ જ સારુ કામ કર્યું છે. તમામને સલામ.