નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં 6 જાન્યુઆરીથી આચાર સંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. ત્યારબાદથી તેનો આડેધડ ભંગ પણ થઈ રહ્યો છે. અત્યારસુધી ભંગના કેસમાં કુલ 347 FIR દાખલ કરવામાં આવી છે. જેમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ સૌથી વધુ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
દિલ્હી ચૂંટણી: આચાર સંહિતા ભંગમાં અત્યારસુધી 347 FIR દાખલ - દિલ્હી વિધાનસભા ચૂંટણીના તાજા સમાચાર
દિલ્હી વિધાનસભામાં ચૂંટણીના કારણે આચારસંહિતા લાગૂ કરી દેવામાં આવી છે. 11 ફેબ્રુઆરી સુધી આચારસંહિતા લાગૂ રહેશે, પરંતુ અત્યારસુધી આચાર સંહિતાનો ભંગ કરવા હેઠળ કુલ 358 ફરિયાદ દાખલ થઇ ચૂકી છે.
દાખલ થયેલા આચાર સહિંતા ભંગના કેસ
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીથી મળતી માહિતી મુજબ, આચાર સંહિતા ભંગ હેઠળ કુલ 358 ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 347 FIR અને 11 ડીડી એન્ટ્રી છે. જણાવવામાં આવ્યું કે, આમાં સૌથી વધુ 18 આમ આદમી પાર્ટી, 7 કોંગ્રેસ અને 5 ભાજપ વિરુદ્ધ છે, જ્યારે 328 બિન રાજકીય પક્ષોની છે.
આ વખતે વધુ રોડક જપ્ત કરવામાં આવી
દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીએ કહ્યું કે, નિયમ તમામ માટે સરખો છે. તેમણે કહ્યું કે, 2015ની સરખામણીમાં આ વખતે વધુ રોકડ જપ્ત કરવામાં આવી છે. જો કે, એજન્સીઓ વારંવાર કાર્યવાહી કરી રહી છે.हैं.