મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મંગળવારે રાજ્યમાં કોરોના વાઇરસના 5,134 નવા કેસ નોંધાયા હતા. ત્યારે 3,296 લોકો સ્વસ્થ્ય પણ થયા છે. જેથી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. જ્યારે 224 લોકો આ રોગથી મૃત્યુ પામ્યા હતા. નવા દર્દીઓના નોંધણી બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં આવેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 2,17,121 થઈ ગઈ છે.
મહારાષ્ટ્રમાં 1,18,558 લોકો સાજા થયા છે. 89,294 હજુ પણ સક્રિય કેસ છે, જ્યારે સમગ્ર રાજ્યમાં 9,250 લોકોના મોત નીપજ્યાં છે. જો કે, મગંળવારે મુંબઈના ધારાવી તરફથી એક સારા સમાચાર આવ્યા છે. ધારાવીમાં મંગળવારે કોરોના વાઇરસનો માત્ર એક કેસ મળ્યો હતો. અહીં સંક્રમિત લોકોની સંખ્યા 2,335 પર પહોંચી ગઈ છે.