નાગોર: ખાડી દેશ કતારમાં કામ કરવા ગયેલા ઘણા ભારતીય શ્રમિકો હવે ત્યાં ફસાઇ ગયા છે. તેમની સાથે કેટલાક નેપાળી શ્રમિકો પણ છે. સીડીસી નામની કંપનીમાં કામ કરતા આ શ્રમિકોમાં નાગૌર સહિત રાજસ્થાનના પણ ઘણા શ્રમિકો છે. તેમનો આરોપ છે કે, કંપનીના માલિકે તેમને કેમ્પમાં જ બંધ કરી દીધા છે. છેલ્લા ત્રણ મહિનાથી પગાર પણ આપવામાં આવ્યો નથી. તેમજ જમવાનું પણ આપવામાં આવતું નથી. જેના કારણે આશરે 300 શ્રમિકો પરેશાન છે.
કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની વતન આવવા માગ - Nagor
વંદેમાતરમ મિશન હેઠળ કેન્દ્ર સરકાર વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવી રહી છે. પરંતુ ખાડી દેશ કતારમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મદદ માટેની વિંનતી હજી સુધી સરકારના કાન સુધી પહોંચી નથી. ત્યાં ફસાયોલાં શ્રમિકોનું કહેવું છે કે, તેમને કંપની પગાર અને અન્ય સુવિધા પણ આપતી નથી. તેમણે સાંસદ અને વિદેશ પ્રધાનને ઘરે પરત આવવા વિંનતી કરી છે.
કતારમાં ફસાયેલા 300 ભારતીય નાગરિકો
આ શ્રમિકોનો આરોપ છે કે, સીડીસી કંપનીના ત્રણ કેમ્પમાંથી બે કેમ્પમાં રહેતા લોકોને પૂરા પૈસા અને સુવિધા આપવામાં આવી રહી છે. તેમાં 800 જેટલા શ્રમિકો છે. તેમાંથી 500 જેટલા શ્રમિકોને પગાર અને અન્ય સુવિધા મળી રહી છે. જ્યારે 300 શ્રમિકોને ત્રણ મહિનાથી પગાર તેમજ અન્ય સુવિધા પણ મળતી નથી.
ખાડી દેશ કતારના દોહા શહેરમાં ફસાયેલા આ ભારતીય શ્રમિકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ હનુમાન બેનીવાલ અને વિદેશ પ્રધાનને સુરક્ષિત ઘર પહોંચવા માટેની વિનંતી કરી છે.