કુલ્લુ જીલ્લાના બંજારમા ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંજારથી ગાડાગુશૈળી જઈ રહેલી બસ 500 મીટર ઉંડી ખીણમાં ખાબકતા 43 લોકોના મોત થયા છે. જ્યારે 20 થી વધું લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બસમાં 70થી વધુ લોકો સવાર હતા.
હિમાચલમાં સર્જાયેલા ગંભીર અક્સમાતમાં 43નાં મોત, 20થી વધુ ઘાયલ - ACCIDENT
કુલ્લુ : જીલ્લાના બંજારથી ગાડાગુશૈળી જઈ રહેલી બસ ખીણમાં ખાબકતા લોકના મોત 43 થયા છે.જ્યારે આ અકસ્માતમાં 20 થી વધુ લોકો ગંભીર હાલતમાં છે, જેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ બસમાં કુલ 70થી વધું લોકો સવાર હતાં.
હિમાચલના બંજારમાં સર્જાયો ગંભીર અક્સમાત
અક્સમાતની જાણ થતાં જ S.D.M અન્ય અધિકારીઓ દુર્ધટના સ્થળે પહોચી બચાવ કામગીરી શરુ કરી હતી. અક્સમાતમાં ઘાયલ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોચી હતી. મૃતકોનો આંકડો વધવાની શક્યતા, રાહત બચાવ કામગીરી શરુ છે.
Last Updated : Jun 20, 2019, 11:28 PM IST