ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાના બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષીય બાળકનું મોત - બોરવેલ પડતા બાળકનું મોત

તેલંગાણાના મેડક જિલ્લામાં આકસ્મિક રીતે ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનું ગુરુવારે મોત થયું છે.

તેલંગાણા
તેલંગાણા

By

Published : May 28, 2020, 8:46 AM IST

હૈદરાબાદ (તેલંગાણા): તેલંગાણાના મેડક જિલ્લામાં આકસ્મિક રીતે ખુલ્લા બોરવેલમાં પડી ગયેલા ત્રણ વર્ષના બાળકનું ગુરુવારે મોત થયું છે.

બુધવારે સાંજે સાંઈ વર્ધન નામનો છોકરો આકસ્મિક રીતે જિલ્લાના પપ્પનાપેટ મંડળના પોડિચનપલ્લી ગામના ખેતરમાં અજાણતાં બોરવેલમાં પડી ગયો હતો.

પોલીસ અને અગ્નિશમન દળના જવાનો બચાવ કામગીરી શરૂ કરવા ઘટના સ્થળે દોડી ગયા હતા. પરંતુ ઓક્સિજનના અભાવને કારણે છોકરાનું મોત થયું હતું.

પોલીસના જણાવ્યા મુજબ, એક ખેડૂત ગોવરધન તેના ખેતીના ક્ષેત્રમાં બોરવેલ ખોદતો હતો. બોરવેલ નિષ્ફળ જતા તેણે તે છોડી દીધું અને અન્ય કામમાં વ્યસ્ત થઈ ગયા.

તેના પરિવારના સભ્યો પણ આ ક્ષેત્રમાં હતા. તેનો પુત્ર સાંઈ વર્ધન જે બોરવેલ પાસે ઉભો હતો તે આકસ્મિક રીતે તેમાં પડ્યો હતો. આમ, 120 ફુટનો બોરવેલ ખડકી દેવાયો હતો જેના કારણે આ ઘટના બની હતી.

ABOUT THE AUTHOR

...view details