ભારે વરસાદ બાદ હવે આસામમાં પૂરનો કહેર વરસી રહ્યો છે. રાજ્યના 33 માંથી 25 જિલ્લામાં 15 લાખ લોકોને પૂરના કારણે અસર પહોંચી છે.
આસામમાં પૂરમાં તણાયા 3 ટ્રક , ડ્રાઈવર અને કંડક્ટરનો આબાદ બચાવ - Dima Hasao district latest news
ગુવાહાટી: આસામના દીમા હસાઓ જિલ્લામાં એક નદીમાં પૂર આવ્યું છે. પૂર આવાવાના કારણે 3 ટ્રક પાણીમાં તણાયા છે. જોકે, ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા હતા.
પાણીમાં 3 ટ્રક તણાયા
આસામના દીમા હસાઓ જિલ્લામાં અચાનક પાણીમાં વધારો થવાથી 3 ટ્રક તણાય ગયા છે. ટ્રકના ડ્રાઈવર અને કંડક્ટર પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, દીમા હસાઓ જિલ્લાના હરેંગાજાઓ અને દિત્વચારા વચ્ચેની એક નદીમાં પૂર આવ્યું છે.