નવી દિલ્હી: ભારતીય રેલવે મંગળવારે પોતાની પેસેન્જર ટ્રેન સેવા ફરી શરૂ કરશે. છત્તીસગઢના બિલાસપુર માટે નવી દિલ્હીથી સાંજે 4 કલાકે ઉપડશે. શહેરના મધ્યમાં આવેલુ નવી દિલ્હી રેલવે સ્ટેશન મંગળવારે ડિબ્રુગઢ, બેંગ્લોર અને બિલાસપુર માટે ત્રણ વિશેષ ટ્રેનોની ઉપડશે. દેશવ્યાપી લોકડાઉનને કારણે તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ સ્થગિત થયાના લગભગ 50 દિવસ પછી રેલવે પેસેન્જર સેવા ફરી શરૂ કરશે.
દિલ્હી જતી અન્ય 5 ટ્રેનો પટના, બેગ્લોર, હાવડા, મુંબઈ અને અમદાવાદથી ઉપડશે. જ્યારે તેની નિયમિત મુસાફરોની સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી, ત્યારે હજારો સ્થળાંતર કામદારોને તેમના વતન રાજ્યોમાં પરિવહન કરવા માટે છેલ્લા ઘણા અઠવાડિયાથી અનેક શ્રામિક વિશેષ ટ્રેનો દોડતી થઈ છે.
ઉત્તરી રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, તમામ કન્ફોર્મ ટિકિટ ધારકો માટે માત્ર પહરગંજ બાજુથી નવી દિલ્હી સ્ટેશન પર પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. જ્યારે અજમેરી ગેટ બાજુથી મુસાફરો માટે પ્રવેશની મંજૂરી રહેશે નહીં.
હાલ પુરતું રેલવેએ 12 મેથી 20 મેની વચ્ચે દોડાવવામાં આવતી ટ્રેનોનું સમયપત્રક બહાર પાડ્યું છે. આ ટ્રેનોમાં ફક્ત એસી ક્લાસ જ હશે.
રાજધાની ટ્રેનોમાં(કેટરિંગ ચાર્જ સિવાય) ભાડાનું માળખું લાગુ પડશે.
- 13 મેના રોજ રાષ્ટ્રીય રાજધાનીથી હાવડા, રાજેન્દ્ર નગર, જમ્મુ તાવી, તિરુવનંતપુરમ, ચેન્નાઈ, રાંચી, મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ માટે 8 ટ્રેનો ઉપડશે. જ્યારે બીજી ટ્રેન ભુવનેશ્વરથી નવી દિલ્હી જવા રવાના થશે.
- 14 મેના રોજ નવી દિલ્હીથી ઉપડતી એકમાત્ર ટ્રેન ભુવનેશ્વર તરફ જશે, જ્યારે પ્રત્યેક એક ટ્રેન ડિબ્રુગઢ, જમ્મુ તાવી, બિલાસપુર અને રાંચીને રાષ્ટ્રીય રાજધાની જવા માટે રવાના કરશે.
- 15 મેના રોજ પ્રત્યેક ટ્રેન નવી દિલ્હીથી તિરૂવનંતપુરમ અને ચેન્નાઈ સેન્ટ્રલથી ઉપડશે. જ્યારે મડગાંવ જવા માટે દિલ્હીથી ઉપડશે.
- સમયપત્રક મુજબ 16 મે અને 19 મેના રોજ કોઈ ટ્રેન સુનિશ્ચિત થયેલી નથી.
- 17 મેના દિવસે મડગાંવથી નવી દિલ્હી અને નવી દિલ્હીથી સિકંદરાબાદ.
- 18 મેના રોજ નિર્ધારિત એકમાત્ર ટ્રેન અગરતલાથી નવી દિલ્હી સુધીની છે.
- 20 મેના રોજ બે ટ્રેન નવી દિલ્હીથી અગરતલા અને સિકંદરાબાદથી નવી દિલ્હી સુધીની છે.