ચંદીગઢ: અમૃતસર સેન્ટ્રલ જેલની દિવાલ તોડીને ત્રણ કેદીઓ ફરાર થઇ ગયા છે. આ ઘટના રાત્રે લગભગ 1.30 વાગ્યે બની હતી. આ કેદીઓમાં બે સગા ભાઇઓ હતા. જેમની ઓળખાન ગુરૂપ્રીતસિંહ ગોપી અને જરનેલસિંહ તરીકે થઇ છે.
અમૃતસર સેન્ટ્રલ જેલમાંથી ત્રણ કેદી ફરાર, CMએ આપ્યા તપાસના આદેશ - અમૃતસર સેન્ટ્રલ જેલથી ત્રણ કેદી ફરાર
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે સેન્ટ્રલ જેલ અમૃતસરથી 3 કેદીઓના ફરાર થવા પર જેલના કનિશ્નર જાલંધરને મજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જેલી સુરક્ષાને લઇ જવાબદાર લોકોને સસ્પેન્ડ કરવા અને તમની સાથે પુછપરછ કરવાના આદેશ આપ્યાં છે.
અમૃતસર સેન્ટ્રલ જેલથી ત્રણ કેદી ફરાર,મુંખ્યપ્રધાને આપ્યા તપાસના આદેશ
આ બન્ને સિવાય વિશાલ શર્મા પર બન્ને આરોપીઓ સાથે સામેલ હતો. ગુરૂપ્રીતસિંહ ગોપી અને જરનેલસિંહ ચોરીના કેસમાં જેલમાં સજા કાપી રહ્યા હતા, ત્યારે વિશાલ શર્મા દુષ્કર્મના કેસમાં જેલમાં સજા કાપી રહ્યો હતો. આ મામલે પંજાબના મુખ્યપ્રધાને તપાસના આદેશ આપ્યા છે. તેમણે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાના પણ આદેશ આપ્યાં છે.