છત્તીસગઢઃ રાજ્યના રાયગઢ જિલ્લાના સારંગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની ગ્રામ પંચાયત ચાંદાઇમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો સામેલ છે. આ ઘટના સોમવારે સવારના સમયે બની હતી. આ ઘટના બની ત્યારે ઘરના ત્રણ સભ્યો સૂતા હતા અને ઘરનો અન્ય એક સભ્ય કોઇ કામથી બહાર ગયો હતો.
છત્તીસગઢઃ રાયગઢના ચાંદાઇમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, 3ના મોત - ગેસ સિલિન્ડર બ્લાસ્ટ
રાયગઢના સારંગઢ પોલીસ સ્ટેશન વિસ્તારની ગ્રામ પંચાયત ચાંદાઇમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બે બાળકો સામેલ છે.
સારંગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. મૃત્યું પામનાર ત્રણ સભ્યમાં મહિલાનું નામ લતા સાહુ છે, જે આશરે 25 વર્ષની છે અને તેના બે બાળકો ટિકેશ અને ઝલાપ 5 અને 6 વર્ષના હોવાનું જણાવા મળ્યું છે.
આ ઘટનાને પોલીસે શંકા વ્યક્ત કરતા પરિવારના સભ્યોની પૂછપરછ કરીરહી છે, જેથી જો આ કોઈ કાવતરા હેઠળ કરવામાં આવ્યું હોય તો સત્ય સુધી પહોંચી શકાય. જો કે ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે અને દરેક હવે રસોઈ ગેસ અંગે સાવધાની રાખવાની વાત કરી રહ્યા છે.