ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સારા સમાચારઃ ચંડીગઢમાં 3 દર્દીએ જીવલેણ કોરોનાને માત આપી - કોરોના પોઝિટિવ

કોરોના વાઇરસથી સમગ્ર દેશમાં ભય ફેલાયો છે, પરંતુ આ દરમિયાન હરિયાણાના ચંદીગઢમાંથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં ત્રણ દર્દીઓએ કોરોના વાઈરસને માત આપી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી શનિવારે ત્રણેય પોતાના ઘરે પરત ફર્યા હતાં. જેમાંથી બે દર્દીઓને GMCH-32માં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે એક દર્દીને પીજીઆઇમાં દાખલ કરાયો હતો. આ સાથે ચંદીગઢમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 15 પર આવી ગઈ છે.

3 out of 18 corona patients recovered in chandigarh of haryana
ચંડીગઢમાં 3 દર્દીએ જીવલેણ કોરોનાને માત આપી

By

Published : Apr 5, 2020, 10:33 AM IST

ચંદીગઢ: કોરોના વાઇરસથી સમગ્ર દેશમાં ભય ફેલાયો છે, પરંતુ આ દરમિયાન હરિયાણાના ચંદીગઢમાંથી એક સારા સમાચાર આવ્યા છે. અહીં ત્રણ દર્દીઓએ કોરોના વાઈરસને માત આપી છે. સંપૂર્ણ સ્વસ્થ થયા પછી શનિવારે ત્રણેય પોતાના ઘરે પરત ફર્યા હતાં. જેમાંથી બે દર્દીઓને GMCH-32માં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યારે એક દર્દીને પીજીઆઇમાં દાખલ કરાયો હતો. આ સાથે ચંદીગઢમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 15 પર આવી ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક મહિલા સેક્ટર-19ની છે, જે સ્વસ્થ થઈ ગઈ છે. તે થોડા દિવસો પહેલા યુકેથી પરત આવી હતી. જે બાદ કોરોના માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે પોઝિટિવ આવ્યું હતું, પરંતુ હવે તે સારવાર બાદ સ્વસ્થ થઈ ગઈ છે. બીજો દર્દી ચંદીગઢના સેક્ટર-30નો છે, જે દુબઇથી પરત આવ્યો હતો અને તેના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યાં હતાં. સારવાર બાદ તેને પણ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્રીજો દર્દી ચંદીગઢ સેક્ટર -21નો હતો અને તે પણ સ્વસ્થ થઈ ઘરે પાછો ફર્યો છે.

ચંડીગઢમાં દર્દીઓની કુલ સંખ્યા 18 હતી, પરંતુ ત્રણ દર્દીઓ સાજા થયા બાદ હવે આ સંખ્યા 15 પર આવી ગઈ છે. ચંદીગઢ એડમિનિસ્ટ્રેશન અને ચંદીગઢ આરોગ્ય વિભાગ માટે આ સમાચાર રાહતના સમાચાર છે. વળી છેલ્લા 48 કલાકથી ચંદીગઢમાં કોઈ નવો દર્દી દેખાયો નથી. વહીવટી અધિકારીઓ પણ આશા વ્યક્ત કરી રહ્યાં છે કે ચંડીગઢ ટૂંક સમયમાં કોરોના દર્દીઓથી મુક્ત થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details