ચાઇબાસાઃ પશ્ચિમ સિંહભૂમ જિલ્લાના નક્સલ પ્રભાવિત ટેબો પોલીસ સ્ટેશન વિસ્તારના મનમાડુ બેડા જંગલમાં પીએલએફઆઇ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં પીએલએફ ઉગ્રવાદીને ઠાર મરાયા છે. જ્યારે એક ઉગ્રવાદી ઇજાગ્રસ્ત છે.
આ ઘટના ગુરુવારે વહેલી સવારે 5 કલાકે બની હતી. આ અથડામણમાં 3 ઉગ્રવાદી માર્યા ગયા હતા અને એક ઇજાગ્રસ્ત છે. મળતી માહિતી મુજબ પોલીસ અને પીએલએફઆઇની વચ્ચે બંને તરફથી કેટલાય રાઉન્ડ ફાયરિંગ પણ થયું હતું.
જ્યારે જવાબી ફાયરિંગમાં પોલીસે 3 ઉગ્રવાદીઓએ ઠાર માર્યા અને સફળ થયા હતા. આ અથડામણ પીએલએઆઇ એરિયા કમાન્ડર શનિચર દસ્તાની સાથે થઇ હતી.
ચાઇબાસા પોલીસને સૂચના મળી હતી કે, ટેબો પોલીસ સ્ટેશનના મનમાડુ બેડાના જંગલમાં પીએલએફઆઇ ઉગ્રવાદી સંગઠનના સભ્યો રહેલા છે. આ સૂચના પર ચાઇબાસા પોલીસ અને સીઆરપીએફની ટીમ સંયુક્ત રુપે સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી.
આ વચ્ચે પીએલએફઆઇ ઉગ્રવાદીની સાથે પોલીસની અથડામણ થઇ હતી. પોલીસને જોઇને ઉગ્રવાદીઓ નાસી છૂટ્યા હતા, તે દરમિયાન પોલીસે 3 ઉગ્રવાદીઓને ઠાર માર્યા હતા. એસપી ઇન્દ્રજીત મહથાએ જણાવ્યું કે, ટેબો પોલીસ સ્ટેશન વિસ્તારના મનમાડુબેડા જંગલમાં આ અથડામણ થઇ હતી. જેમાં 3 ઉગ્રવાદીઓને મારવામાં આવ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ તમામના મૃતદેહોને કબ્જે કરવામાં આવ્યા છે. જો કે, હાલ જંગલમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.