છત્તીસગઢ: સુકમા જિલ્લાના જગરગુડ્ડા પોલીસે વિસ્ફોટક સામગ્રી સાથે 3 નક્સલીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય નક્સલીઓ સ્મોલ એક્શન ટીમના સદસ્ય હતા. જે જગરગુડ્ડા આસપાસ મોટી ઘટનાને અંજામ આપવાના હતા. પોલીસે પકડેલા નક્સલવાદીઓ પાસેથી ઇલેક્ટ્રિક ડિટોનેટરના ચાર ટુકડાઓ, બે મીટર કોર્ડેક્સ વાયર અને ત્રીસ મીટર ઇલેક્ટ્રિક વાયર ઝપ્ત કરવામાં આવ્યા છે. ત્રણેય નક્સલવાદીઓને સુકમા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને જેલમાં રખાયા હતા.
સુકમામાં 3 નક્સલીની ધરપકડ, વિસ્ફોટક અને હથિયાર કર્યા જપ્ત
સુકમા જિલ્લાના જગરગુડ્ડા પોલીસે વિસ્ફોટક સામગ્રી સાથે 3 નક્સલીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય નક્સલીઓ સ્મોલ એક્શન ટીમના સદસ્ય હતાં. જે જગરગુડ્ડા આસપાસ મોટી ઘટનાને અંજામ આપવાના હતાં.
પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, જગરગુડ્ડાની આસપાસ નક્સલીઓની સ્મોલ એક્શન ટીમના આવવાની બાતમી મળી હતી. આ માહિતીના આધારે કાર્યવાહી કરતાં જગરગુડ્ડાથી પોલીસ આજુબાજુના વિસ્તાર તરફ રવાના થયા હતાં. આ દરમિયાન જગરગુડ્ડાના જંગલમાં પોલીસને જોઇને કેટલાક શંકાસ્પદ શખ્સો ભાગવા લાગ્યા હતા. પોલીસ કર્મચારીઓએ ત્રણ લોકોને પકડ્યા હતાં. પુછપરછ કરવામાં આવતા તેઓની ઓળખ પ્લાટૂન નંબર પાંચના સભ્ય અને ડીએકેએમએસ સભ્ય મડકમ ભીમા, લશ્કરી સભ્ય કુરામ રામા અને પદામ મુકા સીએનએમ સભ્ય તરીકે કરવામાં આવી છે.
પોલીસને મળેલી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા ત્રણેય નક્સલીઓ જગરગુડ્ડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારમાં બનેલી ઘટનાઓમાં સામેલ હતાં. વર્ષ 2019માં કોંડાસાંવલી કેમ્પના આશરે 650 મીટર પહેલા જગરગુડ્ડા તરફ આઇઇડી બોમ્બ વિસ્ફોટમાં સામેલ હતા.