ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બીએસ યેદિયુરપ્પાએ ચોથી વખત કર્ણાટકના મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા

બેંગ્લુરૂ: કર્ણાટક ભાજપ અધ્યક્ષ બે.એસ.યેદિયુરપ્પા કર્ણાટકના CM તરીકેના શપથ લીધા છે. કર્ણાટકમાં કુમારસ્વામીની સરકાર સત્તામાં બહાર થતાં હવે કોના હાથમાં સત્તા આવશે તેને લઈ જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ ભાજપના બીએચ યેદિયુરપ્પાએ રાજભવન જઈને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. તેમજ કર્ણાટકના CM તરીકેના શપથ લીધા છે. 31 જુલાઈ સુધીમાં વિધાનસભામાં બહુમતિ સાબિત કરવી પડશે.

karnataka

By

Published : Jul 26, 2019, 10:08 AM IST

Updated : Jul 26, 2019, 9:21 PM IST

કર્ણાટકમાં JDS-કોંગ્રેસના બાગી 14 ધારાસભ્યોના રાજીનામા બાદ મુંબઈમાં રોકાયા હતા. ભાજપ તરફથી ફ્લોર ટેસ્ટની માગણી કરાઈ હતી તો બીજી તરફ બાગી ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર ન કરતા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા હતા. આખરે બહુમત પરિક્ષણ વખતે બાગી ધારાસભ્યો ગેરહજાર રહ્યા હતા.

બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા

ફ્લોર ટેસ્ટમાં કુમારસ્વામીના પક્ષમાં 99 મત પડ્યા હતા. જ્યારે વિરોધમાં 105 મત પડ્યા હતા. જેથી કુમારસ્વામીની સરકાર પડી ભાગી હતી. જે બાદ કુમારસ્વામીએ કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાને રાજીનામું આપી દીધું હતુ. જે બાદ ભાજપે સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો હતો. આજે બી.એસ યેદિયુરપ્પાએ કર્ણાટકના નવા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે.

Last Updated : Jul 26, 2019, 9:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details