છત્તીસગઢઃ બિલાસપુર રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મજૂરોથી ભરેલી બસ અને કોલસાથી ભરેલી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં બસના ચાલક સહિત 03 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય 8 મજૂરો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે.
છત્તીસગઢમાં માર્ગ અકસ્માત, 3 લોકોના ઘટનાસ્થળે જ મોત - છત્તીસગઢમાં માર્ગ અકસ્માત
બિલાસપુર રાયપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મજૂરોથી ભરેલી બસ અને કોલસાથી ભરેલી ટ્રક સાથે જોરદાર ટક્કર થઈ છે. આ અકસ્માતમાં બસના ચાલક સહિત 03 લોકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
વધુમાં મળતી માહિતી અનુસાર, રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં ટેમરીના ગેસ ગોડાઉન પાસે કોલસાથી ભરેલો ટ્રક જ્યારે રાજનાંદગાંવથી ઝારખંડ જઈ રહ્યો હતો, ત્યારે તેમાં 35 મજૂર સવાર હતા. આ ટ્રક એટલી ઝડપથી ટકરાયો હતો કે, બસ ચાલક અને અન્ય 03 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.
આ ઘટનાની માહિતી મળતાની સાથે જ નંદઘાટ પોલીસ અને નવાગ એસડીએમ ઘટના સ્થળે પહોંચી ગયા છે. ગામના સરપંચ હિરા ભારતી પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. વધુમાં જણાવીએ તો જુદા જુદા રાજ્યોથી આવતા મજદુરોના માર્ગ અકસ્માતોના અહેવાલો આગળ આવી રહ્યા છે.