મળતી માહિતી પ્રમાણે કિશનગઢ-હનુમાનગઢ હાઈવે ઉપર ટ્રેલર અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થાં રુપનગઢ પોલીસે પહોંચી જઈ 4 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે અજમેર જેએલએન હોસ્પિટલ ખસેડ્યા હતાં. જ્યારે કારમાં બેઠેલા ત્રણ લોકોનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું.
અજમેરમાં કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, 3નાં મોત 4 ઘાયલ - અજમેર
અજમેરઃ કિશનગઢ-હનુમાનગઢ હાઈવે ઉપર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 3 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા હતાં. તેમજ 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અજમેરમાં કાર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત, 3નાં મોત 4 ઘાયલ
કારમાં બેઠેલા લોકો સુરસુરા ધામમાંથી તેજાજીના દર્શન કરી પરત ફરી રહ્યા હતાં. રોન્ગ સાઈડ પરથી આવતા ટ્રેલર ચાલકની ગફલતથી આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે આ મામલે ટ્રેલર ચાલક વિરુદ્વ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.