ગુજરાત

gujarat

By

Published : Apr 2, 2020, 9:40 AM IST

ETV Bharat / bharat

તેલંગાણામાં 30 નવા પોઝિટિવ કેસ અને 3 લોકોના મોત, મૃતક નિઝામુદ્દીનના મુલાકાતી હતા

તેલંગાણામાં બુધવારે 30 નવા કેસ સામે આવ્યા હતા અને ત્રણ લોકોના મોત થયા હતા. આ તમામ લોકો બધા નિઝામુદ્દીન ખાતેના ધાર્મિક મેળાવડાથી જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક નવ છે.

Telangana
Telangana

હૈદરાબાદ (તેલંગાણા): દિલ્હીના નિઝામુદ્દીનમાં એક ધાર્મિક મંડળમાં ભાગ લેનાર ત્રણ વ્યક્તિઓનું તેલંગાણામાં કોરોના વાઈરસને કારણે મોત થયું હતું. જેની સાથે રાજ્યમાં બુધવારે મૃત્યુની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે.

ગુરુવારે મુખ્યપ્રધાન કે. ચંદ્રશેકર રાવની કચેરીએ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું હતું કે, રાજ્યમાં COVID-19 નવા કેસ નોંધાયા છે. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. આ ત્રણ લોકો ગયા મહિને દક્ષિણ દિલ્હીના નિઝામુદ્દીન ખાતે ધાર્મિક સભામાં ભાગ લીધો હોવાનું સામે આવ્યું છે.

નોંધનીય છે કે, તેલંગણા સરકારે કોવિડ-19ના શંકાસ્પદ અથવા પુષ્ટિ થયેલા કેસોના મૃતદેહોના નિકાલ માટે અધિકારીઓની સમિતિની રચના કરી હતી. મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન અને અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે એક આદેશ જારી કર્યો હતો. જેમાં ભારત સરકાર દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ રેટિંગ કાર્યવાહી (એસઓપી) મુજબ મૃતદેહોનો નિકાલ થાય તે માટે આઠ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી હતી.

મુખ્ય સચિવ સોમેશ કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ આદેશ આપવામાં આવ્યો છે. તેમાં પોલીસ મહાનિદેશક, ખાસ ચીફ સેક્રેટરી, આરોગ્ય તબીબી અને કુટુંબ કલ્યાણ વિભાગ અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા.

ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (જીએચએમસી) ના ઝોનલ કમિશનર એન રવિ કિરણની અધ્યક્ષતાવાળી પેનલ જીએચએમસી મર્યાદામાં શબના નિકાલની દેખરેખ રાખશે. પેનલ સભ્યોમાં ગાંધી મેડિકલ કોલેજ, ઉસ્માનિયા મેડિકલ કોલેજના બે પ્રોફેસરો અને એક પોલીસ અધિકારીનો સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details