નવી દિલ્હી: રાજધાનીમાં કોરોના વાઇરસ સંક્રમણના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનથી કોરોના સંક્રમણના સમાચાર આવી રહ્યા છે. દિલ્હીના ITO સ્થિત હેડ ક્વાર્ટરમાં કામગીરી કરનારા 3 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીને કોરોના પોઝિટિવ - રાજધાનીમાં કોરોના વાઇરસ સંક્રમણ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીના કોરોના પોઝિટિવ થયા છે. જેમાં 1ની સ્થિતિ ગંભીર છે. જેથી તેને સારવાર અર્થે AIIMSમાં દાખલ કરવામાં આવ્યો છે.
![ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીને કોરોના પોઝિટિવ ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7535990-thumbnail-3x2-m.jpg)
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીના કોરોના પોઝિટિવ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારીના કોરોના પોઝિટિવ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના 3 કર્મચારી થોડા સમયથી તાવ આવવાની ફરિયાદ કરી રહ્યા હતા. જેથી તેમનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં સોમવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એસોસિએશનથી મળેલી માહિતી મુજબ, ત્રણેય કર્મચારીમાંથી 1ની સ્થિતિ ગંભીર છે. જેથી તેને AIIMSમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ત્રણેયના સંપર્કમાં આવેલા લોકોની તપાસ ચાલી રહી છે.
Last Updated : Jun 9, 2020, 4:39 AM IST