ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સીતાપુરમાં ગમખ્વાર અકસ્માત, 3ના મોત, 2 ઈજાગ્રસ્ત - સીતાપુરમાં ગખ્વાર અકસ્માત થતાં 3નો મોત, 2 ઈજાગ્રસ્ત

સીતાપુર(ઉત્તરપ્રદેશ)માં જાનમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે લોકોને ગંભીર ઈજા પહોંચી છે. હાલ, ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે સ્થાનિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

3 died in car collision with wall in Sitapur
3 died in car collision with wall in Sitapur

By

Published : Jan 31, 2020, 10:43 AM IST

સીતાપુરઃ લગ્નમાંથી પરત ફરતાં લોકોની ગાડી બેકાબૂ બનતાં દીવાર સાથે અથડાઇ હતી જે ગાડીમાં ભીષણ આગ લાગી હતી. જેમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી તો અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી.

બેકાબૂ ગાડી દીવાર સાથે અથડાતા થયેલા ગમખ્વાર અકસ્માતથી અફતફરીનો માહોલ સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોની મોત થયા હતાં. જ્યારે બે લોકોની ગંભીર ઈજા પહોંચી હતી અને અન્ય એકને સામાન્ય ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી હતી. જેમા ગાડીની ટક્કર મારી ફરાર થયેલો ડ્રાઈવર જહાંગીરાબાદનો હોવાનો સામે આવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, સીતાપુરમાં આવેલાં ન્યામપુર પાસે રાત્રે સદરપુર વિસ્તારમાં જહાંગીરાબાદથી લોકો જાનમાંથી પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન ડ્રાઈવરે ગાડી પર કાબૂ ગુમાવતાં ગાડી દીવાર સાથે અથડાઇને ભીષણ આગ લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details