ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં વીજળી પડવાથી 3 બાળકોનાં મોત - પૂર્વ સિંહભૂમમાં વીજળી પડવાથી 3 બાળકોનાં મોત

ઝારખંડમાં પૂર્વ સિંહભૂમ જિલ્લાના ચટ્ટાનીપાણી ગામમાં વીજળી પડવાથી ત્રણ બાળકોનાં મોત નીપજ્યાં હતાં. આ કેસની માહિતી મળ્યા બાદ વહીવટી ટીમ સ્થળ પર પહોંચી હતી અને ઘટનાની માહિતી લીધી હતી. જ્યારે બીજી તરફ ઘાટશિલામાં નૂતનગઢ પંચાયતના જોડશોલમાં તળાવમાં સ્નાન કરતાં બે વ્યક્તિની ડૂબી જવાથી મોત થયાં હતાં.

east-singhbhum
ઝારખંડમાં વીજળી પડવાથી 3 બાળકોનાં મોત

By

Published : Aug 4, 2020, 12:59 PM IST

રાંચીઃ ઝારખંડના પૂર્વ સિંહભૂમ જિલ્લામાં જુદા-જુદા અકસ્માતમાં 5 લોકોનાં મોત નીપજ્યાં છે. દૂરસ્થ વિસ્તારમાં ધોળાબેડા પંચાયતના ચટ્ટાનીપાણી ગામે ગાજવીજ સાથે ત્રણ બાળકોનું મોત નીપજ્યું હતું. આ જ સમયે ઘાટશીલાની નૂતનગઢ પંચાયતના જોડશોલમાં તળાવમાં સ્નાન કરતી વખતે બે વ્યક્તિ ડૂબી ગયા હતા.

મૃત્યુ પામેલા બાળકોમાં એક હાઈસ્કૂલના દસમા ધોરણનો વિદ્યાર્થી જ્યારે એક નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત થયું હતું. આ કેસની માહિતી મળતાની સાથે જ સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામને સારવાર માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઈ ગયા હતા, પરંતુ અહીં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

જ્યારે બીજી તરફ ઘાટશીલાના નૂતનગઢ પંચાયતના જોડશોલમાં તળાવમાં સ્નાન કરતી વખતે બે વ્યક્તિ ડૂબી ગયા હતા. બંને સંબંધીઓ હોવાનું જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details