નવી દિલ્હીઃ ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલી હિંસામાં મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. આ મૃત્યુઆંક 45 પર પહોંચ્યો છે. 26 વર્ષીય એક યુવાનનો મૃતદેહ ગોલકપુરી કેનાલમાંથી મળી આવ્યો છે.
દિલ્હી હિંસાઃ નહેરમાંથી 3 મૃતદેહ, મૃત્યુઆંક 45 થયો - ગોકલપુરી
દિલ્હીની ગોકલપુરી અને ભગીરથી કેનાલમાંથી વધુ 3 મૃતદેહ મળી આવ્યા છે. દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 45 લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.
દિલ્હી હિંસાઃ નહેરમાંથી 3 મૃતદેહ, મૃત્યુઆંક 45 થયો
દિલ્હી પોલીસ અધિકારીઓએ પુષ્ટિ કરી હતી કે, રવિવારે ત્રણ મૃતદેહો મળી આવ્યા હતા. જેમાંથી એક ગોકલપુરી કેનાલમાંથી અને બે ભગીરથી વિહાર કેનાલમાંથી મળી આવ્યા છે. આ સાથે દિલ્હી હિંસામાં મૃત્યુઆંક 45 થયો છે.