ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના કોંગી નેતાના ઘર પર થયું ફાયરિંગ, જુઓ CCTV ફૂટેજ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી માહોલ ચરમસિમા પર છે. ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો સહિતના લોકો પોતાના પ્રચારમાં લાગ્યા છે. એવામાં દિલ્હીમાં દક્ષિણપુરી વિસ્તારમાં આવેલા આંબેડકર નગરમાં મહરૌલી જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષના ઘરની બહાર ફાયરિંગ કરવામાં આવ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 29, 2019, 12:38 PM IST

મહરૌલી જિલ્લાના કોંગ્રેસના ઉપાધ્યક્ષ ફિરોજ ગાજી પોતાના પરિવારની સાથે દિલ્હીમાં આવેલા દક્ષિણ પુરી વિસ્તારના આંબેડકર નગર ખાતે રહે છે. ત્યારે આ સમગ્ર મામલે તેઓએ જણાવ્યું કે, રાતના લગભગ 10 વાગ્યાના સુમારે 3 માસ્ક ધારી બાઇક સવાર આવ્યા અને તેમના ઘર પર અંધાધુંઘ ફાયરિંગ કરવા લાગ્યા, જો કે આ હુમલામાં પરિવાર જનોને કોઇ નુકસાન નથી પહોંચ્યું.

સ્પોટ વીડિયો

તો આ અંગેની જાણ પોલીસ વિભાગને થતા સૂચનાઓ આપ્યા બાદ ઘરના CCTVની તપાસ કરવામાં આવી હતી. તો આ અંગે આશંકાઓ દર્શાવાઇ રહી છે કે, આ આરોપીઓ કોઇ ક્રાઇમને અંજામ આપવા આવ્યા હતા. પણ હજુ સુધી એ જાણી નથી શકાયું કે, આ ક્રાઇમને શા માટે કરવામાં આવ્યો હતો.

તો આ સમગ્ર મામલે પોલીસ વિભાગને જાણ થતાની સાથે જ પોલીસ વિભાગ તપાસ કાર્યવાહીમાં લાગી ગઇ હતી. તો આ તપાસ દરમિયાન પોલીસ વિભાગને ઘટનાસ્થળ પરથી કારતૂસ પણ મળી આવી હતી.

ABOUT THE AUTHOR

...view details