શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં ધારા 370 હટાવ્યા બાદ ત્યાં લાગુ કરાયેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યાં છે. આ કડીમાં કાશ્મીરમાં ઘાટીમાં આજથી 2G ઈન્ટરનેટ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. જેની માહિતી એક અધિકાર દ્વારા આપવામાં આવી છે.
જમ્મુ કાશ્મીરમાં આજથી 2G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ - jummu kashmir
જમ્મુ કાશ્મીરના ઘાટીમાં 25 જાન્યુઆરીથી ઈન્ટરનેટ સેવા ફરી શરૂ કરવામાં આવી છે. કાશ્મીરમાં 370 હટાવ્યા બાદ લગાયેલા પ્રતિબંધો ધીમે ધીમે હટાવવામાં આવી રહ્યાં છે.
![જમ્મુ કાશ્મીરમાં આજથી 2G ઈન્ટરનેટ સેવા ફરી શરૂ jammu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5832792-thumbnail-3x2-jammu.jpg)
jammu
જમ્મુ કાશ્મીરમાં પ્રશાસનના ગૃહ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, કાશ્મીરની ઘાટીમાં સ્થાનિકો હવે 2G સ્પીડ સાથે ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકશે.
નોંધનીય છે કે, આ સુવિધા માત્ર વ્હાઈટ લિસ્ટેડ વેબસાઈટ સુધી જ સીમિત છે. ઘાટીના લોકો 301 વેબસાઈટનો ઉપયોગ કરી શકશે, પરંતુ સ્થાનિકો કોઈ પણ સોશિયલ મીડિયા એપનો ઉપયોગ કરી શકશે નહીં.
Last Updated : Jan 25, 2020, 12:14 PM IST