ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરમાં 2G ઇન્ટરનેટ સેવા ફરી કાર્યરત થશે - broadband

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 6 મહિનાથી ઇન્ટરનેટ સેવા બંધ હતી. જેને બુધવારના રોજ ફરી કાર્યરત કરાશે. સૂત્રોના જણાવ્યાં અનુસાર, સરકારે કાશ્મીરની ઘાટીમાં બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા જે બંધ કરાઇ હતી, તેને ફરી કાર્યરત કરવાના આદેશ આપ્યાં છે.

આજથી જમ્મુમાં 2g ઇન્ટરનેટ સેવા ફરી કાર્યરત થશે
આજથી જમ્મુમાં 2g ઇન્ટરનેટ સેવા ફરી કાર્યરત થશે

By

Published : Jan 15, 2020, 9:39 AM IST

સૂત્રોના જણાવ્યાં અનુસાર, આ માહિતી સરકારના પ્રવક્તા રોહિત બંસલે આપી છે. મળતી માહિતી મુજબ, જમ્મુમાં 2G ઇન્ટરનેટ સેવાઓ ફરી શરૂ કરવા અને કાશ્મીર ક્ષેત્રમાં બ્રોડબેન્ડની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.

તમને જણાવી દઇએ કે, 5 ઓગષ્ટથી જમ્મુમાં ઇન્ટરનેટ સેવા બંધ છે, જ્યારે કેન્દ્ર સરકારે 370ને દૂર કરી હતી. જેના પગલે જમ્મુ અને લદાખને કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કરાયા હતાં. એ સમયે સરકારને શંકા હતી કે, 370 હટી જવાથી જમ્મુ-કાશ્મીરમાં તંગદીલીભરી સ્થિતિ ઉભી થઈ શકે છે. જોકે, આંશીક વિરોધ પ્રદર્શનનો થયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details