શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના પુલવામાં અને શોપિયા જિલ્લાને બાદ કરતાં સમગ્ર કાશ્મીર ખીણમાં 2G મોબાઈલ ઈન્ટરેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીર પ્રશાસને 11 મેના રોજ પુલવામાં અને શોપિયા જિલ્લાને બાદ કરતા ખીણના અન્ય ભાગમાં ડેટા સેવા શરૂ કરવાનો આદેશ આપ્યો હતો.
કાશ્મીરના 10 જિલ્લામાંથી 8 જિલ્લામાં સોમવારે રાત્રિના સમયે 2G મોબાઈલ ઈન્ટરનેટ સેવા શરૂ કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે એક અથડામણાં હિઝબુલના કમાન્ડર રિયાઝ નાયકૂને ઠાર મારવામાં આવ્યો હતો. સુરક્ષા બળ અને જમ્મુ કાશ્મીર પોલીસના સંયુક્ત અભિયાને અથડામણને અંજામ આપ્યો હતો. ત્યારબાદ ખીણમાં મોબાઈલ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી હતી.
4G સેવા શરૂ કરવા SCનો ઈન્કાર
આ અગાઉ સોમવારે સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશમીરમાં 4G ઈન્ટરનેટ સેવા શરૂ કરવાનો આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો અને અરજીની દલીલો અંગે વિચાર કરવા માટે ગૃહ સચિવની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય વિશેષ સમિતિનું ગઠન કરવા આદેશ આપ્યો હતો.