ગુવાહાટી: આસામમાં બુધવારે કોરોના ચેપના 28 નવા કેસ બાદ રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 185 પર પહોંચી ગઈ છે.
આસામમાં COVID-19ના નવા 28 કેસ નોંધાયા, કુલ સંખ્યાં 185 - કોરોનાના લક્ષણો
આસામમાં કોરોના ચેપના 28 નવા કેસ નોંધાયા છે. તે પછી રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા વધીને 185 થઈ ગઈ છે.
આસામમાં નવા 28 COVID-19 કેસ નોંધાયા, કુલ સંખ્યાં 185
આરોગ્ય પ્રધાન હિંમત વિશ્વ સરમાએ જણાવ્યું હતું કે, રાત્રે 15 નવા કેસ આવ્યા છે અને આ બધાને અલગ કેન્દ્રમાં રાખ હતાવામાં આવ્યાં હતા. જ્યારે અન્ય 13 કેસ સાંજ સુધીમાં સામે આવ્યા છે.
પ્રધાને ટ્વિટ કર્યું હતું કે, સરૂસાજઇ અલગ સેન્ટરથી 14 નવા કેસ આવ્યા છે અને હવે ખૂબ જાગૃત રહેવાની જરૂર છે. તે જ સમયે, એક કેસ કરીમગંજથી સામે આવ્યો છે. તે વ્યક્તિ એક અલગ સેન્ટરમાં રહેતો હતો.