ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ કાશ્મીર: કુલગામમાં તૈનાત 28 જવાનો થયા કોરોનાનો શિકાર - કોરોનાવાઈરસ જમ્મુ કાશ્મીર ન્યૂઝ

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતો જાય છે. કોવિડ 19ને લીધે દિન પ્રતિદિન અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં તૈનાત 28 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે.

coronavirus
coronavirus

By

Published : Jun 11, 2020, 10:28 AM IST

Updated : Jun 11, 2020, 10:56 AM IST

શ્રીનગરઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વધતો જાય છે. કોવિડ 19ને લીધે દિન પ્રતિદિન અનેક લોકો મોતને ભેટી રહ્યાં છે. જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં તૈનાત 28 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનો કોરોનાનો શિકાર થયા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં તૈનાત 28 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ) ના જવાનોનો બુધવારે કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, 6 જૂને એક 44 વર્ષીય કોરોનાગ્રસ્ત કોન્સ્ટેબલના મોત બાદ જવાનોને ચેપ લાગ્યો હતો.

કોન્સ્ટેબલના સંપર્કમાં આવેલા 75 જવાનોના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાંથી 28 જવાનોના કોરોના વાઈરસના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં છે. આ તમામ જવાનોને સારવાર માટે અલગ રાખવામાં આવ્યાં છે.

અત્યાર સુધીમાં કુલ 516 જવાનો કોરોનાગ્રસ્ત થયા છે, જ્યારે 353 જવાનોએ સાજા થઈ કોરોનાને માત આપી છે.

Last Updated : Jun 11, 2020, 10:56 AM IST

ABOUT THE AUTHOR

...view details