જોધપુરઃ વિશ્વમાં વધતા કોરોના વાઈરસનાં સંક્રમણના પગલે વિદેશમાં રહેતા ભારતીયોને પરત લાવવાની પ્રક્રિયા શરૂ છે. ઈરાનમાં તેજ ગતિથી વધી રહેલા કોરોરના વાઈરસના સંક્રમણના પગલે બુધવારે 277 ભારતીયોને જોધપુર લાવામાં આવ્યા છે.
એર ઈન્ડિયાની ફ્લાઈટ બુધવારે સવારે 4:45 વાગે જોધપુર આવી પહોંચી હતી. બે કલાક અંતરાલ બાદ બીજી ફ્લાઈટ પણ જોધપુર આવી પહોંચી હતી. ઈરાનથી પરત લવાયેલા તમામ ભારતીયોને લદ્દાખમાં રાખવામાં આવશે. જો કે, ઈરાનમાં તપાસ કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઈટલીમાં 14 દિવસ સુધી તમામને કવોરેન્ટાઈનમાં પણ રાખવામાં આવ્યા હતા.
જોધપુર પહોંચતાં ડો.એસ.એન.મેડિકલ કોલેજની ટીમે તમામ યાત્રીઓની તપાસ કરી હતી. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા યાત્રીના સામાનની પણ ચકાસણી કરવામાં આવી હતી. જે બાદ બધા યાત્રીઓને સેના ક્ષેત્રમાં બનાવવામાં આવેલા વેલનેસ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને 14 દિવસ રાખવામાં આવશે. આ સમય દરમિયાન તેમનો ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જોધપુરનું સિવિલ એરપોર્ટ મંગળવાર રાતથી જ બંધ છે. આ દરમિયાન બધા યાત્રીઓને બસ સર્વિસ દ્વારા એર ફોર્સના ગેટથી બહાર કાઢવામાં આવ્યા હતા. એરપોર્ટ પર ડો.એસ.એન.મેડિકલ કોલેજની ટીમે અને સ્થાનિક સ્વાસ્થય અઘિકારીઓ પણ હાજર રહ્યા હતા.
નોંધનીય છે કે, આ પહેલા પણ ઈરાનમાં રહેતા 400થી વધારે ભારતીયોને જેસલમેર લાવામાં આવ્યા હતા. જે અત્યારે પણ સેના ક્ષેત્રમાં બનાવામાં આવેલા વેલનેસ સેંટરમાં રહી રહ્યા છે. જો કે તમામનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.