ઉત્તર પ્રદેશ : દેશ સહિત રાજ્યમાં પણ કોરોનાના કેસ વધતા જઇ રહ્યા છે. આ વચ્ચે ગતરોજ 610 સેમ્પલ લીધા હતા જેમાં 26 કેસ પોઝિટિવ સામે આવ્યા હતા.
ઉત્તર પ્રદેશમાં 26 નવા કેસ કોરોના પોઝિટિવ, કુલ 2792 લોકો સંક્રમિત - CORONA
દેશ સહિત રાજ્યોને કોરોના વાઇરસે ઘમરોળ્યો છે. તેવામાં ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઇરસની સંખ્યા સતત વધતી જઇ રહી છે. તેવામાં 610 કોરોનાના સેમ્પલની તપાસ કરતા તેમાંથી 26 કેસ પોઝિટિવ સામે આવ્યા છે.
ઉત્તર પ્રદેશમાં 26 નવા કેસ, કુલ 2792 લોકો સંક્રમિત
રાજ્યમાં કોરોનાનો કહેર દિવસને દિવસે વધતો જઇ રહ્યો છે. તેવામાં ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના 2792 કેસ સામે આવ્યા છે. જ્યારે 50 લોકોના મોત નિપજ્યા છે. આ ઉપરાંત 802 લોકોને ડિસ્ચાર્જ કર્યા છે. આ વચ્ચે પ્રદેશમાં 10,970 લોકોને ક્વોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે 2078 દર્દીઓ હાલમાં આઇસોલેશન પર છે.