વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 'મન કિ બાત'માં અનેક વિષય પર વાત કરી હતી. આ કડીમાં તેમણે સરદાર વલ્લ્ભ ભાઈ પટેલને યાદ કરતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટિ અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં 36 લાખથી પણ વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી છે.
PM ના મનની વાત, 1 વર્ષમાં 26 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી - Statue of Unity news
નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ આજે 'મન કી બાત'માં અનેક વિષયો પર વાત કરી હતી. જેમાં સરદારા વલ્લભ ભાઈ પટેલને યાદ કરતા પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટિનો ઉલ્લેખ કર્યો હતો.
![PM ના મનની વાત, 1 વર્ષમાં 26 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4882932-thumbnail-3x2-modidid.jpg)
પીએમ મોદીએ પોતાની વાતમાં આગળ કહ્યું કે, '31 ઓક્ટોબર, 2018 નો એ દિવસ, જ્યારે સરદાર સાહબેની યાદમાં બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટિને દેશ દૂનિયાને સમર્પિત કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટિ એ દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા છે. જે દરેક ભારતીય નાગરીક માટે ગૌરવની વાત છે. બધા હિન્દુસ્તાઓનું માથું ગર્વથી ઉંચુ થાય છે.'
વધુમાં તેમણે કહ્યું કે, તમને ખુશી થશે કે એક વર્ષમાં 36 લાખ કરતા પણ વધારે લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત લીધી છે. જેમણે સરદાર વલ્લભ ભાઈ પટેલ પ્રત્યે તેમના હ્રદયમાં જે સન્માન અને આસ્થા છે તેને પ્રગટ કર્યુ.