પાકિસ્તાનના સિંધ વિસ્તારના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વીજળી પડવાથી અંદાજે 26 લોકોના મૃત્યું થયા છે.રણપ્રદેશમાં આવેલા થારપરકર જિલ્લાના મિઠી, છાછી વિસ્તાર અને રામ સિંહ સોઢો ગામમાં ભારે વરસાદ બાદ વીજળી પડવાથી આ સમગ્ર ઘટના બની છે.
પાકિસ્તામાં વીજળી પડવાથી 26ના મોત - lightning strikes in Pakistan
ઈસ્લામબાદ : ભારે વરસાદ બાદ પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં વીજળી પડવાથી 26 લોકોના મોત થયા છે. આ ઘટનામાં ધાયલ લોકોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
etv bharat
વીજળી પડવાની ઘટનામાં અંદાજે 30 લોકો ધાયલ થયા છે. ઘાયલ લોકોને સારવાર અર્થ મિઠી, ઈસ્લામકોટ અને છછરો કસ્બોની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અધિકારીએ મૃતકોની સંખ્યમાં વધારો થવાની આશંકા વ્યકત કરી છે.