રાજસ્થાન: પાલી જિલ્લામાં કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો. પાલીમાં કોરોનાના નવા 39 દર્દીઓ સામે આવ્યા છે. આ 39 દર્દીઓમાંથી જોધપુર પાલી ટોલનાકા પર કાર્યરત 26 કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રાજસ્થાનમાં ટોલનાકા પર ફરજ બજાવતા 26 કર્મચારી કોરોના પોઝિટિવ - nationalnews
દેશમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. જેમાં રાજસ્થાનના જોધપુર પાલી ટોલનાકા પર કાર્યરત 26 કર્મચારીઓને એકસાથે કોરોના પોઝિટોવ આવતા તંત્ર ઉંઘતું ઝડપાયું છે.

etv bharat
તંત્રના અધિકારીઓએ ટોલનાકાના કોરોના પોઝિટિવ 26 કર્મચારીઓને આઈસોલેશન વોર્ડમાં શિફટ કર્યા છે. ટોલનાકાને પણ હવે સેનેટાઈઝ કરવામાં આવશે. નવા આંકડા મુજબ પાલીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 641 થઈ છે. જિલ્લા કલેકટરે જણાવ્યું છે કે, મંગળવારે 365 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ 16260 સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાંથી 14273 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને 462 સેમ્પલનો રિપોર્ટ આવવાનો હજી બાકી છે.