ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રેલવેએ આજ સુધી 4040 મજૂર ટ્રેન દોડાવી, ગુજરાત સહિતના 4 રાજ્યોએ 256 ટ્રેન રદ કરી - લેબર સ્પેશિયલ ટ્રેન

ભારતીય રેલવે દ્વારા રવિવાર સુધીમાં દેશભરમાં 4,040 ટ્રેન દોડાવવામાં આવી છે. બીજી તરફ 1 મેથી વિવિધ રાજ્યો દ્વારા 256 ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ટ્રેનમાંથી મોટાભાગની મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ દ્વારા રદ કરવામાં આવી છે.

shramik-train
રેલવેએ આજ સુધી 4040 મજૂર ટ્રેન દોડાવી, રાજ્યોએ 256 ટ્રેન રદ કરી

By

Published : Jun 3, 2020, 10:21 PM IST

નવી દિલ્હી: કોરોના લોકડાઉન વચ્ચે લેબર સ્પેશિયલ ટ્રેનનો સમય પૂર્ણ થવા આવ્યો છે, ત્યારે લેબર સ્પેશિયલ ટ્રેનના કેટલાક આંકડા સામે આવ્યાં છે.

ભારતીય રેલવેએ અત્યાર સુધીમાં 4040 મજૂરોની ટ્રેન દોડાવી છે, જ્યારે વિવિધ રાજ્યોએ 256 ટ્રેન રદ કરી છે. આમ કરનારા રાજ્યોમાં મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ મોખરે રહ્યાં છે.

મળતી માહિતી મુજબ, મહારાષ્ટ્રે 105, ગુજરાતે 47, કર્ણાટકે 38 અને ઉત્તર પ્રદેશે 30 ટ્રેનને રદ કરી હતી. 1 મેથી આ બુધવારે રેલવેએ 4,197 લેબર ટ્રેન દોડાવી હતી. જેમાંથી 4,116 ટ્રેનોએ પોતાના મુસાફરો પૂર્ણ કર્યા છે, જ્યારે 81 માર્ગ પર છે, હવે માત્ર 10 વધુ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દોડી રહી છે.

ABOUT THE AUTHOR

...view details