ચેન્નઈ: બદમાશોએ રામનાથપુરમથી 2500 કિલો પોટેશિયમ નાઈટ્રેટ શ્રીલંકામાં દાણચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની જાણકારી મળ્યા બાદ રામાનાથપુરમ પોલીસની ક્યૂ શાખાએ વિસ્ફોટક પદાર્થ કબજે કરી કોર્ટને સોંપ્યો હતો.
તમિલનાડુમાં 2500 કિલો વિસ્ફોટક સામગ્રીનો નાશ કરાયો - કોર્ટના આદેશ
તમિલનાડુ પોલીસે 2500 કિલો પોટેશિયમ નાઈટ્રેટનો જથ્થો કબજે કર્યો હતો. જેનાથી બદમાશોએ રામનાથપુરમથી શ્રીલંકામાં દાણચોરીનો કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે પોલીસે તમામ સુરક્ષા પદ્ધતિઓનું પાલન કરી 2500 કિલો પોટેશિયમ નાઇટ્રેટનો નાશ કર્યો હતો.
તમિલનાડુ
રામનાથપુરમ કોર્ટેમાં અપીલ અરજી દાખલ થયા બાદ કેસ બંધ કરવામાં આવ્યો હતો. કબ્જે કરેલા વિસ્ફોટકોમાં કામુથી આરક્ષિત સશસ્ત્ર બળ કાર્યાલયમાં રાખવામાં આવ્યો હતો. કોર્ટના આદેશને પગલે પોલીસે તમામ સુરક્ષા પદ્ધતિઓનું પાલન કરી 2500 કિલો પોટેશિયમ નાઇટ્રેટનો નાશ કર્યો હતો.