- નવેમ્બરમાં હિમવર્ષા દરમિયાન LOC પર આતંકવાદીની ઘુસણખોરીની આશંકા
- LOC પાર લોન્ચ પેડ પર હાલમાં 250-300 આતંકીઓની હલચલ
- ભારતીય જવાનો ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવા સતર્ક
શ્રીનગરઃ BSF ADGએ કહ્યું કે LOC પર સીમા પાર બનાવામાં આવેલા લોન્ચ પૈડ પર હાલમાં 250-300 આતંકીઓ છે. ભારતીય સીમા પર હિમવર્ષ પહેલા ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. નવેમ્બરમાં હિમવર્ષા દરમિયાન આતંકવાદિઓ દ્વારા ઘુસણખોરીની ઘટના બની શકે છે, પરંતું આપણા જવાનો ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવા સતર્ક છે.
BSF ADGએઆતંકવાદીની ધુસણખોરીની આપી માહિતી
શ્રીનગરનીમાં સ્થિત BSF મુખ્યાલયમાં શહીદ જવાન સુદીપ સરકારને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ વર્ષે માત્ર 25-30 આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવામાં સફળ રહ્યા હતા, જ્યારે ગયા વર્ષે 140 આતંકીઓ ઘૂસણખોરી કરી ચુક્યા છે.