પોલ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયાથી જોડાયેલા 25 આરોપીઓની વિવિધ ગુના હેઠળ ધરપકડ કરવામાં આવી છે. આ વાતની જાણકારી IG લૉ એન્ડ ઑર્ડર પ્રવીણ કુમારે પત્રકાર પરિષદમાં આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ધરપકડ UP પોલીસે CAAના વિરોધમાં થયેલાં હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખી કરી છે.
UP પોલીસે PFI સાથે જોડાયેલાં લોકોની કરી ધરપકડ - સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા
લખનઉઃ પોલ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા નામના સંગઠનમાં જોડાયેલા લોકોની UP પોલીસે ધરપકડ કરી છે. કારણ કે,તેઓ CAAને લઈ થયેલા હિંસક પ્રદર્શનમાં જોડાયા હતા.
UP પોલીસ
ઉત્તર પ્રદેશ સરકારના પ્રધાન મોહસિન રજાએ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, સ્ટૂડન્ટ ઈસ્લામિક મૂવમેન્ટ ઑફ ઇન્ડિયા(સિમી) પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. છતાં કેટલાંક લોકો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં હતા. જેમણે PFI નામનું એક નવું સંગઠન તૈયાર કર્યુ હતું. જેમાં કટ્ટરપંથી બનવા ઈચ્છતાં યુવાઓ જોડાયા હતાં.