આગ્રાઃ જિલ્લામાં કોરોના સંક્રમિત ફળ તથા શાકભાજી વેચનારાઓ, ખેડૂતો, દૂધવાળાઓ, હોમગાર્ડઝ, પોલીસકર્મીઓ, દવા વેચનારાઓ, હાર્ડવેર વેપારીઓ અને હેલ્થ વર્કર્સ મળી આવ્યા છે. જેનાથી સંક્રમણનું જોખમ પણ વધી ગયુ છે.
આગ્રામાં કોરોનાના કહેરથી 25 લોકોના મોત - lockdown situation in uttarpradesh
આગ્રામાં કોરોનાનો કહેરને પગલે પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઇ રહી છે. જેટલી ઝડપથી સંક્રમણ ફેલાઇ રહ્યુ છે તેટલી જ ઝડપથી મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. શહેરની એસ.એન.મેડિકલ કોલેજમાં સારવાર દરમિયાન રવિવારે રાત્રે 70 વર્ષિય કોરોનાથી સંક્રમિત વૃદ્ધ વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સાથે જિલ્લામાં મૃત્યુઆંક 25 પર પહોંચ્યો છે.
તાજગંજ વિસ્તારમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધને શ્વાસ લેવામાં તકલીફ થતા એસ.એન.મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા તેમના પરિવારના સભ્યોનું થર્મલ સ્ક્રિનિંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા છે.
મેડિકલ કોલેજના ડીએમ પ્રભુ નારાયણ સિંહે કોરોનાથી સંક્રમિત વૃદ્ધના મોતની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે રવિવારની રાત સુધી જિલ્લામાં 13 નવા કોરોના સંક્રમિત કેસ સામે આવ્યા છે. જેની સાથે કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 756 થઈ ગઈ છે. તેમજ મૃત્યુઆંક પણ 25 પર પહોંચી ગયો છે.