છત્તીસગઢ: છત્તીસગઢના દાંતીવાડા જિલ્લામાં ગુરુવારે કુઆકોંડા પોલીસ સ્ટેશનમાં 25 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતુ. આ નક્સલવાદીઓમાંથી 3 પર છત્તીસગઢ સરકાર દ્વારા એક એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
છત્તીસગઢના દાંતીવાડા જિલ્લામાં 25 નક્સલીઓએ કર્યું આત્મસમર્પણ - છત્તીસગઢ સરકારનું ઘર વાપસી અભિયાન
છત્તીસગઢના દાંતીવાડા જિલ્લામાં શરૂ કરેલા ઘર વાપસી અભિયાન અંતર્ગત પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરાવવામાં સફળતા મળી રહી છે. ગુરુવારે દાંતીવાડા જિલ્લામાં 25 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું.
છત્તીસગઢના દાંતીવાડા જિલ્લામાં 25 નક્સલવાદીઓએ કર્યુ આત્મસમર્પણ
આમાંથી અમુક નક્સલીઓ મેલાવાડા બ્લાસ્ટ કેસમાં સામેલ હતા જેમાં CRPF ના 7 જવાનો શહીદ થયા હતા. તેમજ એક પોસ્ટ માસ્તરની પણ તેમણે હત્યા કરી હતી.
આ નક્સલવાદીઓ સુરંગ બનાવવી, સડક ખોદી નાખવી, સ્કૂલો તેમજ આશ્રમ તોડી પાડવા જેવી ઘટનાઓ માં પણ સામેલ હતા. આત્મસમર્પણ દરમિયાન તેમણે જિલ્લા કલેક્ટરને તેમના ગામનો વિકાસ કરવાની માગ કરી હતી જે કલેક્ટરે સ્વીકારી હતી. તેમણે તમામ નક્સલવાદીઓ ને 10 -10 હજાર રૂપિયા પ્રોત્સાહન રાશિ આપી અભિનંદન પાઠવ્યા હતા.