ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડમાં 25 CRPF જવાન કોરોના પોઝિટિવ - લાતેહાર કોરોના

ઝારખંડના લાતેહારમાં મંગળવારે કોરોના વિસ્ફોટ થયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 25 CRPFના જવાન કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છે.

લાતેહારમાં 25 CRPF જવાન કોરોના પોઝિટિવ
લાતેહારમાં 25 CRPF જવાન કોરોના પોઝિટિવ

By

Published : Jul 15, 2020, 10:15 AM IST

ઝારખંડ: લાતેહારમાં CRPF જવાનોના મંગળવારે સેમ્પલ લેવામાં આવ્યા હતાં. જેમાં 25 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. સિવિલ સર્જન ડૉ.એસ કે. શ્રીવાસ્તવે કહ્યું કે, કોરોના સંક્રમિત જવાનોને જિલ્લા મુખ્યાલયમાં બનાવવામાં આવેલ કોવિડ-19 સેન્ટરમાં ભરતી કરવામાં આવ્યાં છે. તેમણે કહ્યું કે, સંક્રમિત જવાનો પહેલાંથી જ ક્વોરોન્ટાઇનમાં હતા. જેના કારણે બહાર તેમનો સંપર્ક હતો નહીં.

આ ઉપરાંત જવાનોની હિસ્ટ્રીની પણ તપાસ કરવામાં આવી રહી છે. લાતેહારમાં આ પહેલાં પણ 18 જવાન સંક્રમિત આવ્યા હતાં. બધાં જવાનોની સારવાર કોવિડ-19 કેર સેન્ટરમાં કરવામાં આવી રહી છે. જેમાંથી 2 જવાન સ્વસ્થ પણ થઇ ચૂક્યા છે.

CRPF કેમ્પને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરીને સીલ કરી દીધો છે. લાતેહારમાં મંગળવારે સીઆરપીએફ જવાનના સંક્રમિત આવવાથી જિલ્લામાં કુલ સંક્રમિત જવાનોની સંખ્યા 43 થઇ ગઇ છે, ત્યાં જિલ્લામાં કુલ સંક્રમિતની સંખ્યા 113 થઇ ગઇ છે. જેમાં 55 દર્દી સ્વસ્થ થઇ ગયા છે.

ABOUT THE AUTHOR

...view details