ઉત્તરપ્રદેશ: રાજ્યમાં KGMU દ્વારા 4007 કોરોના સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી 248 કેસ કોરોના પોઝિટિવ મળ્યા છે. આ તમામ દર્દીઓ ઉત્તરપ્રદેશના અલગ અલગ જિલ્લાઓમાંથી છે. જેમાં લખનઉ, સંભલ, હરદોઈ, બારાબંકી, મુરાદાબાદ, કન્નોજ અને અયોધ્યાનો સમાવેશ થાય છે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના વધુ 248 પોઝિટિવ કેસ નોંધાયા - કોરોના કેસ રિપોર્ટ
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા અનેક પગલાં ભરવામાં આવ્યા છે તેમ છતાં દરરોજ નવા પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે. શુક્રવારે KGMUના રિપોર્ટમાં 248 નવા કેસ સામે આવ્યા છે.
ઉત્તરપ્રદેશમાં 248 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા
આ તમામ જિલ્લામાં કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યા છે અને તમામ સંક્રમિત દર્દીઓને જિલ્લાની નજીકની કોરોના હોસ્પિટલમાં ખસેડી તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં હાલ 10621 એક્ટિવ કેસ છે જ્યારે 21127 લોકોએ કોરોનાને માત આપી છે. અત્યાર સુધી કોરોનાથી 862 લોકોનાં મોત થયા છે.