જયપુર : રાજ્યમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત્ત વધારો થઇ રહ્યો છે. મંગળવારે સવારે રાજ્યમાંથી 234 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જે બાદ રાજ્યમાં પોઝિટિવ દર્દીઓની કુલ સંખ્યા વધીને 20 હજાર 922 થઈ ગઈ છે. છેલ્લા 12 કલાકમાં 4 દર્દીઓના મોત નીપજ્યાં છે અને રાજ્યમાં કુલ મૃત્યુઆંક 465 પર પહોંચી ગયો છે.
મળેલી માહિતી મુજબ, અલવરમાં 36, બાડમેરમાં 8, ભિલવારામાં 2, બીકાનેરમાં 2, ચુરુમાં 2, ગંગાનગરમાં 3, જયપુરમાં 22, જેસલમેરમાં 1, જલોરમાં 9, ઝુંઝનુમાં 57, જોધપુરમાં 57 , કોટામાં 5, નાગૌરમાં 34, સીકરમાં 2, સિરોહીમાં 19, ઉદેપુરમાં 2 કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા.