નવી દિલ્હીઃ હાલ સમગ્ર વિશ્વ કોરોનાથી પીડાઈ રહ્યું છે. વિવિધ દેશોમાં કોરોના વાયરસને લીધે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. હાલ કોરોનાનું કેન્દ્ર ચીન અને ઈરાન છે. આ બંને દેશોમાં ફસાયેલા ભારતીયોનો ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં ફસાયેલા 234 નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યાં છે.
ઈરાનમાં કોરોનાનો કહેર, ઈરાનથી 234 નાગરિકોને ભારત લવાયા - latest news of india corornavirus
કોરોનાનો કહેર વિશ્વભરમાં ફેલાઈ રહ્યો છે, ત્યારે વિવિધ દેશોમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવામાં આવી રહ્યાં છે. ઈરાનમાં ફસાયેલા 234 નાગરિકોને ભારત પરત લાવવામાં આવ્યાં છે.
Jaishankar
આ અંગે વિદેશ પ્રધાન જયશંકરે માહિતી આપતા ટ્વીટ કર્યુ કે, ઈરાનમાં ફસાયેલા 234 ભારતીયોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યાં છે. આ નાગરિકોમાં 131 વિદ્યાર્થીઓ અને બાકીના તીર્થયાત્રીઓ સામેલ છે.
ભારતીય નાગરિકોને લઈને આવેલી એરલાઈન્સ મુંબઈમાં ઉતરી હતી. વિદેશપ્રધાન જયશંકરે ઈરાનના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.