ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાનો કેરઃ ઉત્તર પ્રદેશમાં 23 નવા પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંકડો 4487 થયો - ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના કેસ

ઉત્તર પ્રદેશમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેમાં સોમવારે 23 નવા કેસ સામે આવ્યા છે અને આ સાથે જ રાજ્યમાં કોરોના વાઇરસના કેસની સંખ્યા 4487 પર પહોંચી છે.

Etv Bharat, Gujarati News, CoronaVirus Latest News, UP News
23 new corona positive cases were reported in Uttar Pradesh

By

Published : May 18, 2020, 11:55 AM IST

લખનઉઃ સમગ્ર દેશની સાથે ઉત્તર પ્રદેશમાં પણ કોરોના વાઇરસના કેસની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે કેજીએમયૂ દ્વારા 748 કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી 23 નવા કેસ સામે આવ્યા છે.

જેમાં 3 લખનઉથી છે, 4 હરદોઇથી, 1 કન્નૌજથી, 3 કાનપુરથી, 4 શાહજહાંપુરથી, 8 મુરાદાબાદથી કોરોના વાઇરસના કેસ સામે આવ્યા છે. આ તમામ દર્દીઓને કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ ઉપરાંત વાત કરીએ તો લખનઉ, હરદોઇ, કન્નૌજ, કાનપુર, શાહજહાં, મુરાદાબાદમાં રેડ ઝોન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ પ્રકારના 23 નવા કેસ સામે આવતા ઉત્તર પ્રદેશમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 4487 થઇ છે.

પ્રદેશમાં ક્વોરન્ટાઇન કરેલા દર્દીઓની સંખ્યા 10601 છે. તેની સાથે 1978 દર્દીઓ હાલ આઇસોલેશન પર પ્રદેશભરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 2636 દર્દી અત્યાર સુધી કોરોના વાઇરસથી સ્વસ્થ થયા છે અને ઉત્તર પ્રદેશમાં કોરોનાથી 112 લોકોના મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details