કેન્દ્ર સરકારે સ્વીકાર કર્યો છે કે, કલમ 370 નાબૂદ કર્યા બાદ પણ સીમા પર આતંકીઓ દ્વારા ઘૂસણખોરીના પ્રયત્નો ચાલુ જ છે. ઓગસ્ટ 2019માં કલમ 370 નાબૂદ કર્યા બાદ અત્યાર સુધી ઘૂસણખોરીના 84 પ્રયત્નો થયા છે. જે દરમિયાન 59 આતંકીઓના સીમામાં ઘૂસણખોરીના સમાચાર છે. લોકસભામાં મંગળવારના રોજ એક પ્રશ્રના જવાબમાં ગૃહ મંત્રાલયે આ બાબતની જાણકારી આપી છે.
હકીકતમાં આંધ્રપ્રદેશની ઇલુરુ બેઠકના YSR કોંગ્રેસના સાંસદ શ્રીધર કોટાગિરીએ પૂછ્યું હતું કે, કલમ 37૦ ને હટાવ્યા બાદ નિયંત્રણ રેખા પાર કરીને ભારતમાં ઘૂસણખોરોની સંખ્યા કેટલી છે. તેમણે એ પણ પૂછ્યું હતું કે, ભારતીય સુરક્ષા દળોએ માર્યા ગયેલા તેમજ પકડાયેલા આતંકીઓની સંખ્યા કેટલી છે?